Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પ્રેગનેન્સીમાં આટલું ધ્યાન રાખશો તો બાળકમાં નહીં રહે કોઈ પણ પ્રકારની ખામી

. ગર્ભાવસ્થા દરમિયાન રાખો કાળજી : ગર્ભમાં રહેલા બાળકોને લઈને દરેક માતાની એવી જ સોચ હોય છે કે તેનું બાળક સ્વસ્થ રહે. તેમાં કોઈપણ પ્રકારની ખોટખાંપણ ન હોય. પ્રેગનન્સીમાં નાની-નાની ભૂલોને કારણે બાળકની શારિરીક અને માનસિક સ્થિતિ પર અસર પડે છે.

. શું કહે છે એક્ષપર્ટ : ગાયનેકોલોૅજિસ્ટ  જણાવ્યું હતું કે ' પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. તેમને જુદા-જુદા સમયે અલગ-અલગ  વસ્તુઓ ખાવાનું મન થાય છે. પરંતુ, ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ પ્રકારની કાળજી લેવામાં ચૂક થાય તો તેનો ગંભીર પરિણામ આવી શકે છે. બાળક વિકોલાંગ પણ થઈ શકે છે.'

. શરૂ કરી દો તૈયારી : પ્રેગનેન્સીની તૈયારી ૩ મહિના પહેલાથી જ શરૂ કરી દેવી જોઈએ. ૩ મહિના પહેલા થાઈરોઈડ, સિસ્ટ વગેરે જેવા કેટલાંક જરૂરી ટેસ્ટ કરાવી લો. આ સિવાય ૩ મહિના પહેલાથી જ ફૉલિક એસિડનું સેવન પણ શરૂ કરી દેવું જોઈએ.

. વાઈરલ ઈન્ફેકશનથી બચો : પ્રેગનેન્સી દરમિયાન માતાહે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેમને વાઈરલ ઈન્ફેકશન હોય. તેથી ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.

. વધારે ઘોંઘોટથી રહો દૂર : પ્રેગનન્સી દરમિયાન ઘોંઘાટવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. તેનાથી બાળક અસર થઈ શકે છે. હાલમાં જ આવેલી એક રિપોર્ટ પ્રમાણે ધ્વનિ પ્રદૂષણને કારણે બાળક બહેરૂ પેદા થાય છે. તેમજ આવા બાળકોના બોલવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે.

. બહારનું ખાવાનું ટાળો : બહારનું અને ચટપટું ખાવાનું ટાળો. અલગ-અલગ સ્વાદ ચાખવાનો પ્રેગનન્સી દરમિયાન મન કરે છે પણ ઘણીવાર આવું કરવું હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે માતા પણ પોતાના પર કંટ્રોલ રાખે. ખાસ કરીને પિઝઝા, બર્ગર, ચાટ-પકોડી વગેરે ન ખાવ જોઈએ.

. કોલ્ડ ડ્રીંકસ : કોલ્ડ ડ્રીંકસ અને બહારનું જ્યૂસ પણ ભૂલી જ જવું જોઈએ.   પ્રેગનન્સીમાં જ્યૂસ ફાયદાકારક હોય છે પણ બહારના જ્યૂસમાં અમુક એવા કેમિકલ્સનો ઉપયોગ કરાય છે જે માતા અને ગર્ભમા રહેલા બાળક બન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

(9:54 am IST)