Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કાનમાં થતા દુખાવાના ઘરેલુ ઉપાય

કાનમાં થતા દુઃખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે કાનમાં મેલ એકત્ર થવો. કાનની અંદર પાણી જવું. કાનની સફાઈ ખોટી રીતે કરવી, કાનનો પડદો ખરાબ થવો વગેરે. કાનને સાફ કરવા માટે કોટન સ્લેબનો પ્રયોગ ખોટી રીતે કરવા એ પણ કાનમાં દુઃખાવાનું કારણ છે. કાનને સાફ કરતી વખતે કોઈ પણ અણીદાર વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ. કાનના દુઃખાવા ને નજરઅંદાજ ન કરવુ જોઈએ. કોઈ પણ સારા ડૉકટરની સલાહ લેવી જોઈએ.

 જો કાનમાં મેલ એકત્ર થઈ જાય તો કોટન સ્લેબને કાનમાં વધારે અંદર અને આથી વધારે જોરથી સફાઈ ન કરવી જોઈએ.

 કાનમાં થતા દુઃખાવા માટે આદુંનો રસ કાઢી કાનમાં નાખવાથી દુઃખાવાથી રાહત મળી જાય છે.

 તુલસીની તાજી પાંદડી ઓનો રસ કાઢી કાનમાં થોડા ટીંપા નાખવાથી પણ કાનના દુઃખાવાથી રાહત મળી શકે છે.

 તમારા ભોજનમાં વિટામીન-સી થી ભરપૂર ચીજોનો સેવન કરવાથી દુઃખાવાથી રાહત મળી જાય છે.

 ડુંગળીનો રસ કાઢી રૂની મદદથી કાનમાં થોડા ટીંપા નાખવાથી કાનના દુઃખાવાથી રાહત મળી જાય છે.

 જૈતુનનું તેલ કાનના દુઃખાવાથી રાહત આપવામાં મદદગાર સિદ્ધ થાય છે.

(10:01 am IST)