Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જાણો, જંક ફૂડ વિષે જરૂરી વાતો

જંક ફૂડ એટલેકે ફાસ્ટફૂડ. જંક ફૂડ તરીકે પિઝઝા, બર્ગર, નુડલ્સ, ચોકલેટ, ફ્રેંચ ફ્રીઈસ અને ચિપ્સ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ફાસ્ટફૂડ એ આધુનિક લાઈફસ્ટાઈલનો જ એક હિસ્સો છે. મોટાભાગે લોકોના એવા વિચારો હોય છે કે જંક ફૂડ સસ્તું, તેલ વાળું અને રહસ્યમય પદાર્થોથી બને છે.  જંક ફૂડનું વધારે પડતું સેવન કરવાથી મોટાપો વધે છે.

ફ્રેંચ ફ્રાઈઝની શરૂઆત ફ્રાંસ કે બેલ્જીયમમાં થઈ હતી. બેલ્જીયમમાં આને નેશનલ ફૂડ માનવામાં આવે છે. મોટાભાગે લોકોનું માનવું છે કે ફાસ્ટફૂડ એટલે રોગોને આમંત્રણ આપવું. આને સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર માનવામાં આવે છે.

કોલ્ડ્રીંકમાં કાર્બન, એસીડ શુગર અને પ્રેઝર્વેટીવ હોય છે. આ હાડકાના કેલ્શિયમ અને ફોસ્ફરસને ઓછુ કરે છે. આના વધારે સેવનથી ઓસ્ટીયોપોરોસિસસ નામની બીમારી થાય છે. જંક ફૂડથી બાળકો પર શારીરિક અને માનસિક વિકાસમાં પ્રભાવ પડે છે.

ઉપરાંત ઘરમાં બનેલ જંક ફૂડ ખાવાથી ફકત બાળકોનું આઈકયુ લેવલ જ સારૂ રહે છે. કિશોરાવસ્થામાં મોટાભાગે  લોકો જંક ફૂડના વ્યસની બની જાય છે.

કયારેક કયારેક સ્વાદ બદલવા માટે જંક ફૂડ ખાવામાં કોઈ ખરાબી નથી. પરંતુ આને આદત બનાવવી અને આપણી લાઈફનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવો એ ઘાતક છે. જ્યારે આપણે આનો ઓર્ડર મંગાવીએ કે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે તે લાંબા સમયથી તેમના ફ્રીઝમાં પડેલ હોય છે. જ્યારે આપણા હાથમાં આ ભોજન આવે ત્યારે લગભગ તેની પૌષ્ટિકતા ખતમ થઈ ચુકી હોય છે.

 

(10:00 am IST)