Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઘર સાફ કરવાનાં કેમિકલો સ્મોકિંગ કરવા જેટલા ખતરનાક

નવી દિલ્હી તા.૧૯ : ઘર સાફ કરવા માટે જે કલીનરો વાપરવામાં આવે છે એનાં કેમિકલો ધ્રુમપાન કરવા જેટલા જ ઘાતક છે. નોર્વેમાં એક યુનિવર્સિટી વીસ વર્ષ સુધી આશરે ૩૪ વર્ષની વય જૂથની ૬ર૩પ મહિલાઓ પર સ્ટડી કર્યા બાદ એ તારણ આવી છે કે આ કેમિકલો સ્મોકિંગના ધુમાડા જેટલા જોખમી છે. રિસર્ચરોનું કહેવું છે કે આ કલીનરોમાં વિવિધ કેમિકલ વાપરવામાં આવે છે. આ કેમિકલમાંથી નીકળતા નાના પાર્ટિકલ્સ શરીરના ફેફસાં અને શ્વસનતંત્રમાં પહોંચી જાય છે. અને ચામડીની અંદરના પહેલા મેમ્બ્રેનને નુકસાન પહોચાડે છે. આ કેમિકલો એક વર્ષ સુધી રોજ વીસથી ઓછી સિગારેટ પીધી હોય એટલા ધુમાડા જેવી અસર પહોંચાડે છે. આથી કલીનરોની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવાની જરૂર છે.

(4:13 pm IST)