Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બ્રિટનમાં ભારે વરસાદના કારણોસર હવામાન વિભાગે પૂરની ચેતવણી આપી

નવી દિલ્હી: કોરોનાના મહાસંક્રમણમાં ઘેરાયેલા બ્રિટનમાં હવે હવામાન વિભાગે ભારે પુર અને વરસાદ ઉપરાંત હીમ પીગળવાની ચેતવણી સાથે યલ્લો વોર્નિંગ જાહેર કરી છે અને બ્રિટનના મોટાભાગના વિસ્તારોમાં 60થી200 મી.મી. સુધી વરસાદ પડી શકે છે તથા બે માસ જેટલો વરસાદ સપ્તાહમાં કોઈ એક દિવસ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે અને તેનાથી જીવન સામે ખતરો ઉભો થવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. બ્રિટીશ હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે ભારે પુર અને વરસાદની પરિસ્થિતિથી પાવર કટ અને માર્ગવ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. સાઉથ વેલ્સમાં 200 મી.મી. સુધીની વરસાદની ચેતવણી છે. બ્રિટન એક તરફ કોરોના સંક્રમણનો મુકાબલો કરી રહી છે તે સમયે ચેતવણીથી હવે બ્રિટનવાસીઓ માટે નવી મુશ્કેલી સર્જાશે.

(5:36 pm IST)