Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

થાઇલેન્ડના ગામમાં ભૂતનો ડર : પુરૂષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા

ભૂતને ભગાડવા લોકોએ ઘરની બહાર ચાડિયા મૂકયા અને લખ્યું :'અહીં કોઈ પુરૂષ નથી'

નવી દિલ્હી,તા. ૧૯: સોશિયલ વાયરલ આજે વિજ્ઞાનમાં આટલી પ્રગતિ થઈ હોવા છતાંય લોકો ભૂત-પ્રેત જેવી ચીજોમાં વિશ્વાસ કરે છે. જેને અંધવિશ્વાસથી વધુ કંઈ કહી ન શકાય. આવું જ કંઈ જોવા મળ્યું થાઈલેન્ડના એક ગામમાં, જયાં કેટલાક લોકો ભૂતથી બચવા માટે મહિલાઓના કપડા પહેરવા લાગ્યા. જેનાથી ભૂત તેમની પર હુમલો ન કરે અને તેમનો જીવ બચી જાય. અહેવાલો મુજબ, થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રાંતના એક ગામમાં પુરુષો મહિલાઓના કપડા પહેરવા લાગ્યા. કારણ કે અહીં લોકોમાં ભૂતનો ભય ઊભો થઈ ગયો છે. મહિલાઓના કપડા પહેરવાનું કારણ પણ ખૂબ જ વિચિત્ર જણાવવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું કે લોકો એક વિધવાના ભૂતના ડરથી આવું કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ગામમાં નીંદર માણી રહેલા પાંચ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ગામ લોકએ તેમના મોત માટે વિધવા ભૂતને જવાબદાર માન્યું.

લોકોનું માનવું હતું કે. વિધવાનું ભૂત ગામના પુરુષો અને યુવકોને શિકાબ બનાવી રહ્યું છે. ગામની મહિલાઓને પોતાના પતિઓ અને દીકરાઓને બચાવવા માટે તેમને મહિલાઓના કપડા પહેરાવવાનું શરુ કરી દીધું. તેમનું માનવું છે કે આવું કરવાથી વિધવાના ભૂતને લાગશે કે ગામમાં મહિલાઓ જ છે અને પુરુષો નથી. આ રીતે તે ગામથી ભાગી જશે. નોંધનીય છે કે, ગામમાં પુરુષો મહિલાઓના કપડા પહેરી રહ્યા છે સાથોસાથ બીજો એક ઉપાય પણ કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરોમાં 'ચાડિયા'રાખવાનું પણ શરૂ કરી દીધું. ગામ લોકોએ આ ચાડિયાને પણ ભૂત ભગાવવાના ઉપાય તરીકે ખાસ પ્રકારે બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, લોકોએ ચાડિયાનો એક પ્રાઇવેટ પાર્ટ પણ બનાવ્યો છે, જેની લંબાઈ ૮૦ સેન્ટીમીટર હતી. ચાડિયાના પ્રાઇવેટ પાર્ટના આગળના હિસ્સાને લાલ રંગ કરવામાં આવ્યો છે અને તેની પર લખ્યું છે, અહીં કોઈ પુરુષ નથી.

ચાડિયાને ઘરની બહાર રાખવામાં આવ્યા છે જેથી ભૂત તેને જોઈ ભાગી જાય. કમાલની વાત એ છે કે ચાડિયાને મૂકયા બાદથી કોઈ પુરુષનું મોત નથી થયું. જોકે લોકોના મોતનું અસલી કારણ જાણવા નથી મળ્યું. નજીકના ગામમાં પણ પુરુષોના મોતની અફવાઓ આવતી રહી. ગામના વડિલો-વૃદ્ઘોને ડર છે કે આવતી વખતે ભૂત કિશોરોને પોતાનો શિકાર ન બનાવી દે. એક વ્યકિતએ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે સ્વસ્થ લોકોના મોતની પાછળ વિધવાનું ભૂત કારણ છે. અહીં પાંચ લોકો પહેલા જ મરી ચૂકયા છે. મારી પત્ની અને બાળકો ડરેલા છે કે કયાંક હું મરી ન જાઉં, તેથી તેઓએ મને સુરક્ષિત રાખવા માટે ચાડિયા મૂકવા માટે કહ્યું.

(10:35 am IST)