Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ગરદન કાળી પડી ગઈ હોય તો કરો આ ઘરલુ ઉપાયો

ગરદન કાળી પડવાનું કારણ- ગરદન કાળી પડવા પાછળ અનેક કારણ છે. ગરદનની બરાબર સફાઈ ન રાખવામાં આવે તો તેમાં ધૂળ અને ગંદકી ભરાઈ જાય છે જેને કારણે તે કાળી દેખાય છે. ઘણી વાર તમે લાંબા સમય સુધી તાપમાં રહો તો ત્યાં કાળી થઈ જાય છે.

લીબુંનો રસ- લીંબુના રસમાં એસિડ હોય છે જે શરીરના અંગોનું કાળાપણુ દૂર કરવામાં મદદ કરે છે. તમારી ગરદનની સુદંર વધારવા માટે લીંબુ બ્લીચનું કામ કરી શકે છે.

બેકિંગ સોડા- બેકિંગ સોડા દરેક ગૃહિણીના રસોડામાં વપરાય છે. તેનો ઉપયોગ માત્ર રસોઈ કરવા માટે જ નહિં પરંતુ ગરદનની સફાઈમાં પણ કરી શકો છો. તેને પાણીમાં મિકસ કરી પેસ્ટ બનાવગો. આ પેસ્ટને ગરદન પર ૧૫ મિનિટ લગાવી છોડી દો. આમ કરવાથી ગરદન પર જોમેલી ગંદકી અને ડાઘા-ધબ્બા દૂર થઈ જશે. તે ત્વચા પર હાઈપર પિગ્મેન્ટેશન દૂર કરવામાં પણ મદદ કરશે.

દહિં- દહિં માત્ર ખાવામાં જ નહિં પરંતુ શરીરની સુદંરતા નિખારવામાં પણ મદદરૂપ બને છે. ગરદ પણ જામેલા મેલને દુર કરવા માટે એક મોટી ચમચી  દહિંમાં હળદર મિકસ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર લગાવી છોડી દો. ૧૫ મિનિટ બાદ હૂંફાળા પાણીથી મસાજ કરી તેને ધાઈ નાંખો. થોડા જ દિવાસમાં ફરક દેખાશે.

 

(9:36 am IST)