Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બે માળ ઊંચા સ્ટ્રીટ-લેમ્પ પરફાયર-ફાઇટરનો અનોખો સ્ટન્ટ

લંડન તા. ૧૯ :.. સ્વીડનના કાર્લ્સક્રોના શહેરમાં જોહાનેસ એર્લેન્ડસ નામના એક ફાયર-ફાઇટરનો વિડીયો તાજેતરમાં ઇન્ટરનેટ ગજાવી રહ્યો છે. આ વિડીયોમાં ભાઇ સ્ટ્રીટ -લેમ્પના થાંભલા પર વાંદરાની જેમ ચડી જાય છે અને પછી લેમ્પ પાસે લટકીને પુલ-અપ્સ કરે છે. ર૬ વર્ષનો આ યુવક શર્ટલેસ થઇને જમીનથી વીસ ફુટ ઊંચે લટકીને સ્ટન્ટ કરે છે. થોડીજ વારમાં તે જેમ ચડયો હતો એ જ રીતે  થાંભલેથી સરકીને નીચે ઊતરી પડેછે. જોહાનેસનું કહેવું છે કે આ પ્રકારના સ્ટન્ટસ તેને કટોકટીના સમયે ફાયર-ફાઇટીંગના કામમાં લોકોના જીવ બચાવવામાં બહુ જ મદદરૂપ થયા છે.

(3:12 pm IST)