Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

હવે ડાયનોસોરની ખોપડીની 3D પ્રિન્ટ પણ કાઢી શકાશે

 લંડન તા. ૧૯ :.. વૈજ્ઞાનિકોએ વીસ કરોડ વર્ષ જૂના સાઉથ આફ્રિકન ડાયનોસોરની ખોપડીનું ડીજીટલ રીકન્સ્ટ્રકશન કર્યુ છે. જેને લીધે સંપૂર્ણ વિશ્વના ડાયનોસોર વિશે અભ્યાસ કરવા ઇચ્છતા લોકો ઘેર બેઠા એની ખોપડીની  ૩-ડી પ્રિન્ટ કાઢી શકશે. સાઉથ આફ્રિકાના સંશોધકોનું માનવું છે કે એને લીધે મેરસોપોન્ડિલસ નામે ઓળખાતા ડાયનોસોર તેમ જ અન્ય ડાયનોસોરનો અભ્યાસ કરવામાં સહાય મળશે. ડાયનોસોરની ખોપડીની અંદર જોવા માટે રિસર્ચર્સે એલટી સ્કેનનો ઉપયોગ કર્યો હતો. એને કારણે તેઓ ડાયનોસોરના મગજના નાનામાં નાના હિસ્સાને જોઇ શકયા હતાં. આમાં મગજની અંદરથી નીકળતા જ્ઞાનતંતુઓ તેમજ કાનની અંદરનાં ઓર્ગન્સ પણ જોઇ શકયા હતાં.

મેસ્સોપોન્ડિલસ સાઉથ આફ્રિકાનું એક પ્રખ્યાત ડાયનોસોર છે, જેને ૧૮પ૪ માં  એનેટોમિસ્ટ સર રિચર્ડ ઓવને નામ આપ્યું હતું. સાઉથ આફ્રિકામાં અનેક સ્થળોએ મેસ્સોપોન્ડિલસના અવશેષો મળી આવ્યા છે. જો કે એનેટોમિકલ અભ્યાસ માટે ડાયનોસોરની ખોપડી પર કયારેય ધ્યાન આપવામાં આવ્યું નહોતું. 

(3:12 pm IST)