Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આવી ગઇ છે દુનિયા પહેલી

ગેસથી ચાલતી સાઇકલઃ ગજબની ખાસિયતોઃ કિંમત ૬ લાખ રૂપિયા

પેરિસ તા. ૧૯ : ફ્રેંચની એક સ્ટાર્ટ-અપ કંપની હાઈડ્રોજન પાવર્ડ ઈલેકિટ્રક સાઈકલ્સ બનાવવાની શરૂઆત કરનારી પહેલી કંપની બની ગઈ છે. આ સાઈકલ્સને કોર્પોરેટ અથવા મ્યુનિસિપલ ફલીટ્સમાં ઉપોયગ કરવા માટે બનાવાઈ છે. ફ્રંચ કંપની પ્રાગ્મા ઈન્ડસ્ટ્રીઝે તેને બનાવી છે.

આ કંપની મિલિટરી યૂઝ માટે ફયૂલ સેલ્સ બનાવે છે. તેને ફ્રાન્સની નગરપાલિકાઓને ૬૦ હાઈડ્રોજન પાવર્ડ બાઈકસ વેચી છે. કંપનીએ આ ઈલેકિટ્રક સાઈકલનું નામ અલ્ફા બાઈક રાખ્યું છે.

કન્જયૂમર માર્કેટના હિસાબથી આ સાઈકલ્સ ખૂબ મોંઘી છે. હકીકતમાં એક હાઈડ્રોજન સાઈકલની કિંમત ૭૫૦૦ યૂરો એટલે કે લગભગ ૬ લાખ રૂપિયા છે.

જોકે કંપની તેની કિંમત પાંચ હજાર યૂરો સુધી ઘટાડવાનો પ્રસાય કરી રહી છે. જો એવું થઈ જાય છે તો આ સાઈકલ્સ પ્રીમિયમ ઈલેકિટ્રક બાઈકસની લાઈનમાં શામેલ થઈ શકે છે.

કંપનીના ફાઉન્ડર અને ચીફ એકિઝકયૂટીવ પાએરે ફોર્ટે મુજબ, ઘણા અન્ય કંપનીઓ પાસે હાઈડ્રોજન બાઈકનો પ્રોટોટાઈપ તો છે પરંતુ અમારી કંપની પહેલી છે જેણે આવી બાઈકસ બનાવીને બતાવી છે.

આલ્ફા બાઈક ૨ લીટર હાઈડ્રોજનમાં ૬૨ માઈલ એટલે કે લગભગ ૧૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ રેન્જ કોઈ ઈલેકિટ્રક બાઈક જેટલી છે. જોકે સારી વાત એ છે કે કોઈ ઈ-બાઈકની તુલનામાં આ ખૂબ જલ્દી ચાર્જ થઈ જાય છે.

આટલું જ નહીં, એક કિલો હાઈડ્રોજનમાં એક કિલો લિથિયમ આયન બેટરીના મુકાબલે લગભગ ૬૦૦ ગુણી વધારે એનર્જી હોય છે. તેને બનાવનારી કંપની રી-ફયુલિંગ સ્ટેશન્સ પણ વેચે છે. જેના દ્વારા હાઈડ્રોજન બનાવી શકાય છે.(૨૧.૬)

(9:58 am IST)