Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ઇઝરાયલે ઝંગ લડવા માટે તૈયાર કરી દીધી રોબોટ આર્મી સેના

નવી દિલ્હી: ઈરાન અને હમાસ જેવા દુશ્મનોનો સામનો કરનારા ઈઝરાયેલે હવે પોતાની રોબોટ આર્મી તૈયાર કરી લીધી છે. ઈઝરાયેલની બે ડિફેન્સ કંપનીઓ ઈલ્બિટ અને રોબોટીમે આ રોબોટ આર્મી તૈયાર કરી લીધી છે.જેના થકી સૈનિકો જે રોલ અદા કરે છે તેમાંથી ઘણા રોલ આ રોબોટ સૈનિકોને સોંપી શકાય તેમ છે. આ બંને કંપનીઓનો દાવો છે કે, આ રોબોટ બોર્ડર પર સૈનિકોની જગ્યાએ પણ ફરજ બજાવવા માટે સક્ષમ છે.બોર્ડર પર જે ખતરનાક જગ્યાઓએ સૈનિકોના જીવનો ખતરો રહેતો હોય છે ત્યાં આ રોબોટ આર્મી પાસે ગમે તે મિશન પૂરૂ કરાવી શકાય તેમ છે.આ રોબોટ ખતરનાક હથિયારોથી સજ્જ છે અને દુશ્મનને આંખના પલકારામાં ખતમ કરી શકે છે. આ રોબોટને વ્હીકલ સ્વરુપે ડિઝાઈન કરાયા છે.તેની ક્ષમતાને અગાઉના મોડેલ કરતા ઘણી વધારવામાં આવી છે.આ એક એવુ મશિન છે જે માણસ સાથે મળીને યુધ્ધમાં લડી શકે છે.આ મશિન એક કનેક્ટેડ સિસ્ટમ તરીકે કામ કરે છે તે તેની મોટી ખાસિયત છે.

 

(5:03 pm IST)