Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મહિલાએ એક મિનિટમાં બાવડાથી દસ સફરજન તોડ્યાં

નવી દિલ્હી,તા. ૧૮: વિડિયો શેર થયાના ૧૦ કલાકમાં આ વિડિયોને ૩૩,૦૦૦થી વધુ લાઇકસ મળી હતી. લોકોએ રસપ્રદ કમેન્ટ્સથી કમેન્ટ-બોકસ છલકાવી દીધું હતું અને હા, લિન્સેબહેનના નામે આ ઉપરાંત અડધી મિનિટમાં સૌથી વધુ ટેલિફોન ડાયરી ફાડવાનો વિક્રમ પણ છે.

ઇન્સ્ટાગ્રામ પર જાતભાતના વિડિયોની નવાઈ નથી હોતી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ નવા-નવા વિક્રમ સર્જવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતું રહે છે. તાજેતરમાં એક મહિલાએ એક મિનિટમાં બાવડાથી સૌથી વધુ સફરજન તોડવાનો વિક્રમ કર્યો. વિડિયોમાં લિન્સે લિન્ડબર્ગ નામની મહિલા બાવડાઓથી એક મિનિટમાં ફટફટ કરતાં ૧૦ સફરજનનો ભુક્કો બોલાવી દે છે. વિડિયોની કેપ્શનમાં લખેલું છે, 'એક મિનિટમાં બાવડાથી સૌથી વધુ સફરજન તોડવાની સંખ્યા છે ૧૦.' વિડિયો શેર થયાના ૧૦ કલાકમાં આ વિડિયોને ૩૩,૦૦૦થી વધુ લાઇકસ મળી હતી. લોકોએ રસપ્રદ કમેન્ટ્સથી કમેન્ટ-બોકસ છલકાવી દીધું હતું અને હા, લિન્સેબહેનના નામે આ ઉપરાંત અડધી મિનિટમાં સૌથી વધુ ટેલિફોન ડાયરી ફાડવાનો વિક્રમ પણ છે.

(10:03 am IST)