Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કાબુલમાં સૈન્ય પરીક્ષણ કેન્દ્રને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં ચાર સૈન્યકર્મી ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાનીમાં સોમવારના રોજ એક સૈન્ય પરીક્ષણ કેન્દ્રને નિશાન બનાવીને સિરિયલ વિસ્ફોટ કરવામાં આવતા અફઘાનિસ્તાનના ઓછામાં ઓછા ચાર સૈન્યકર્મીને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું  માલુમ પડી રહ્યું છે. બોંબ ધમાકાનુ નિશાન કાબુલના પશ્ચિમી વિસ્તારમાં કાબુલ સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર હતું

                  એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા કૌબુલમાં  આત્મઘાતી કાર બોબ વિસ્ફોટમાં 12 લોકો મોતને ભેટ્યા  હતા જેમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે અને તેના શાળાએ જવાના સમયે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.  

(6:20 pm IST)