Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ક્રોધી લોકો હોય છે વધારે આશાવાદી અને કામકાજી

નવી દિલ્હી, તા.૧૮: એક શોધ અનુસાર વધારે ગુસ્સો કરતાં લોકોની કાર્યક્ષમતા સામાન્ય લોકો કરતાં વધારે હોય છે. વધારે ગુસ્સો કરનારા લોકો અન્ય કરતાં વધારે કામ કરે છે. શોધકર્તાઓએ આ સર્વે માટે લોકોને બે સમૂહમાં રાખ્યા.

તેમણે જાણ્યું કે સારા મૂડમાં રહેતાં લોકોનું મન વધારે ભટકતું હોય છે જેના કારણે કામ કરવામાં બાધા ઉત્પન્ન થાય છે. પરંતુ મૂડ ખરાબ હોય કે મનમાં ક્રોધ હોય તો લોકો અન્ય કોઈ વાત પર ધ્યાન આપતાં નથી અને માત્ર તેનું જ કામ કરે રાખે છે.

રિસર્ચ અનુસાર ગુસ્સો કરતાં લોકો ઓછો ગુસ્સો કરતાં લોકોની સરખામણીમાં વધારે આશાવાદી હોય છે. શોધ કેનેડાની યૂનિવર્સિટી ઓફ વોટરલૂમાં કરવામાં આવી છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જે લોકોના જીવનમાં લક્ષ્ય નિર્ધારિત હોય છે તેમને તે લક્ષ્ય પૂર્ણ ન થવાથી ગુસ્સો આવે છે.

ગુસ્સાને નિયંત્રિત કરવા માટે તેમને વ્યાયામ, યોગ અને શોખ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેનાથી તેમને લાભ થાય છે. આ ઉપરાંત તેમણે સંતુલિત અને સ્વસ્થ્ય દિનચર્યા અપનાવી અને ઊંદ્ય પુરી કરવી જોઈએ.

(3:54 pm IST)