Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 189 યાત્રીઓ પૈકી એકના પરિજને બોઇંગ કંપની પર કર્યો કેસ

ઈન્ડોનેશિયામાં લોયન એર વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 189 યાત્રીઓમાંથી એકના પરિજને બોઈંગ કંપની પર કેસ કરી દીધો છે. આ કેસ બોઈંગના 737 મેક્સ 8ની કથિત અસુરક્ષિત ડિઝાઈન અંગે કર્યો છે. ઈલિનોયની સર્કિટ કોર્ટમાં આ કેસ કંપનીના નવા સુરક્ષા ફીચર પર કેન્દ્રીત છે જેનાથી 737 મેક્સ 8 વિમાન ફક્ત પસંદગીની સ્થિતિઓમાં ઓટો-ડાઈવ કરી શકે છે.

(10:46 pm IST)