Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જાપાનમાં રાજાના રાજ્યાભિષેકના અવસર પર 550000 કેદીઓને મુક્ત કરાવવામાં આવશે

નવી દિલ્હી: જાપાનની સરકારે શુક્રવારના રોજ સમ્રાટ નારૂહિતોનાં રાજ્યાભિષેક સમારોહના અવસર પર લગભગ 550000 કેદીઓને ક્ષમા કરતા તેમને મુક્ત કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એનએચકે બ્રોડકાસ્ટરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ક્ષમા માત્ર એ કેદીઓને આપવામાં આવશે જે મામૂલી અપરાધો માટે  આરોપી છે અને જેલની સજા કાપી રહ્યા છે. તેમજ દંડ ભરી ચુક્યા છે.

          આ લોકોને સામાજિક શુદ્ધીકરણને પ્રોત્સાહિત કરવા માટે તેમના દંડને નિરસ્ત કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. તેમજ એ સિવાય જેલની સજા ભોગવી રહેલ 1 હજાર કળીઓને ગંભીર બીમારીના કારણે  માનવીય આધાર પર ક્ષમા કરી દેવામાં આવ્યા છે.

(6:32 pm IST)
  • રાજકોટમાં પ્રથમ નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો : ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ત્રિપલ તલાકનો ગુનો access_time 1:10 am IST

  • તા.૨૦ થી ૨૩ માવઠુ થશે : ખેડૂતો સાવચેત રહે : આ મહિનાના અંતમાં પણ વાતાવરણ અસ્થિર બનશે! : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી તા.૨૦ થી ૨૩ (રવિથી બુધ) વાતાવરણ અસ્થિર બનશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા છે. દરમિયાન હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં એક મજબૂત સિસ્ટમ્સની અસર તળે રાજયના ઓછા વધુ વિસ્તારમાં માવઠાની સંભાવના છે access_time 1:26 pm IST

  • સરદાર પટેલની તસ્વીરો લગાડવા ગૃહખાતાનો આદેશ : ગૃહ મંત્રાલય દ્વારા તમામ પોલીસ અને સેન્ટ્રલ સિકયુરિટી દળોને દેશભરમાં તેમની ઓફિસમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલની તસવીર લગાડવા આદેશ આપ્યા છે access_time 11:30 am IST