Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હજીયે એક દેશ એવો છે જ્યાં એક પણ એટીએમ નથી અને સિમકાર્ડ તો સોનાના ભાવે મળે છે

કેન્યા,તા.૧૮:દુનિયા બહુ ફાસ્ટ વિકસી રહી છે એવો દાવો થઈ રહ્યો છે ત્યારે ઈરટ આફ્રિકાનો એરિટ્રિઆ નામનો દેશ એવો છે જયાં એક પણ એટીએમ નથી. આ વાત એક-બે ઘયકા પહેલાંની નહીં, આજની તારીખની થઈ રહી છે. ર૦૧૯માં પણ હજી આ દેશમાં એટીએમ છે જ નહીં. આપણે ત્યાં મોબાઇલ આવી ગયા છે અને હવે પીસીઓ તો સાવ જ અદંશ્ય થઈ ગયા છે, પરંતુ અહીંના લોકોને હજી પીસીઓમાં જ ફોન કરવા જવું પડે છે. પોતાના જ અકાઉન્ટમાંથી પૈસા કાઢવા હોય તો તેઓ એક મહિનામાં ૨૩,૫૦૦ રૂપિયાથી વધુની રકમ ઉઠાવી નથી શકતા. એ જ કારણોસર એક વ્યકતિને કાર ખરીદવા ૧૧ મહિનાની રાહ જોવી પડેલી. તે દર મહિને પૈસા કાઢવાની નિયત મર્યાદા મુજબ પૈસા કાઢતો હતો. હા, દ્યરમાં લગ્નપ્રસંગ હોય તો એ માટે તમારે સરકાર પાસેથી લેખિતમાં ખાસ પરવાનગી લઈને પૈસા ઉઠાવી શકો છો. એરિટ્રિઆમાં માત્ર એક જ ટેલિકોમ કંપની છે એરટેલ, જે સરકારના નિયંત્રણમાં છે અને એ સવિર્સ ખૂબ જ ખરાબ અને મોંદ્યી છે. અહીં મોબાઇલું સિમ ખરીદવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું છે. એ માટે સ્થાનિક પ્રશાસનની મંજૂરી લેવી પડે છે. સિમ લીધા પછી પણ તમે મોબાઇલથી ઇન્ટરનેટ વાપરી શકો એમ નથી. ટૂરિસ્ટો જો ટેમ્પરરી સિમ કાર્ડ લેવા માગતા હોય તો એ માટે સરકારી પરવાનગીની જરૂર પડે છે. ધારો કે પરવાનગી મળી જાય તો દેશ છોડતી વખતે સિમ જમા કરાવ્યા પછી જ બહાર જવાનું અલાઉડ છે.

(11:32 am IST)