Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પર્સ ખોવાઇ ગયા પછી બેન્ક અકાઉન્ટમાં અચાનક પૈસા આવવાનું શરૂ થઇ ગયું

લંડન,તા.૧૮:ઘણી વાર પર્સ ખોવાય ત્યારે એમાં રહેલી કેશ જાય એની ચિંતા નથી હોતી, પણ એમાં રહેલા કાર્ડ્સ, લાઇસન્સ અને ઓફિશ્યલ ડોકયુમેન્ટ્સ વગેરે ફરીથી બનાવવાની પળોજળ વધુ હોય છે. લંડનમાં રહેતા ટિમ કેમરૂન એક સાંજે  ઓફિસથી ઘરે સાઇકલ ચલાવીને પાછા  આવી રહ્યા હતા ત્યારે તેમનું પર્સ ખોવાઈ ગયું. પર્સ કયાંક પડી ગયું કે  કોઈ ચોરી ગયું એની પણ તેમને ખબર  નહોતી. ૩૦ વર્ષના ટિમના પર્સમાં કોઈ  ડોકયુમેન્ટ નહોતું જેના આધારે તેનું એડ્રેસ  કે ફોન નંબર શોધી શકાય એમ નહોતું.  અલબત્ત્।, બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાસ  હતા જેનો કદાચ કોઈ મિસયુઝ કરી શકે. ટિમને લાગ્યું હતું કે જેણે પણ તેનું પર્સ ચોર્યું હશે તે વ્યકિત અકાઉન્ટમાંથી પૈસા ૅંચોરવાનું અથવા તો કાર્ડ કયાંક સ્વાઇપ કરવાની ભૂલ તો કરશે જ, એટલે તેણે ત્રણેક દિવસ પછી પોતાનું બેન્ક અકાઉન્ટ ચેક કયું તો ખબર પડી કે તેના ખાતામાં કોઈ અજાણી વ્યકિતએ ચાર વખત પૈસાજમા કરાવ્યા છે. એ પણ માત્ર એક પેનીજ, ચારેય વાર તેણે એક જ પેની જમાકરાવી હતી અને સાથે રિમાકર્સમાં એકસંદેશો મૂકયો હતો. એ સંદેશામાં તેણેખોવાયેલું પર્સ પોતાની પાસે હોવાનીવાત લખી હતી અને પોતાનો ફોન નંબરપણ લખ્યો હતો જેથી ટિમ તેનો સંપર્કકરી શકે. જેને પર્સ મળ્યું હતું એનું નામછે સાઇમન્ડ બાયકોર્ડ. ટિમે ફોન કરીનેઆ ભાઈને મળી પોતાનું પર્સ પાછુંમેળવી લીધું અને સાયમન્ડની આવી  ટ્રિકને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી

(11:31 am IST)