Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પાકિસ્તાન સરકારે હરાજી માટે 19 બુલેટપ્રુફ કાર સહીત 49 વાહનો રાખ્યા:માત્ર એક કાર વેચાઈ

હવે આગામી હરાજી ઈસ્લામાબાદમાં 25 ઓક્ટોબરે થશે.

 

ઈસ્લામાબાદઃ રોકડના સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે બુધવારે 49 અને સરકારી વાહનોની હરાજી માટે મૂક્યા હતા. તેમાં 19 બુલેટ પ્રૂફ કાર સામેલ રહી છે. તેમાં માત્ર એક કારની હરાજી સફળ રહી છે.

 એક મહિના અગાઉ સરકાર પ્રથમ તબક્કામાં 61 સરકારી વાહનોની હરાજી કરી ચૂકી છે. સરકારે અગાઉ વડાપ્રધાન આવાસની આઠ ભેંસોની પણ હરાજી કરી હતી. તેનાથી સરકારને 23 લાખ રૂપિયાની આવક થઈ હતી. ભેંસોને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાળી હતી. કોઈ એક ભેંસ માટે સૌથી વધુ બોલી 385000 રૂપિયા લગાવી હતી. આઠમાંથી ત્રણ ભેંસોને શરીફના સમર્થકોએ ખરીદી હતી. સરકારની યોજના ચાર હેલિકોપ્ટરોની હરાજી કરવાની પણ છે.

બુધવારે વડાપ્રધાન આવાસમાં આયોજિત હરાજીમાં કુલ 49 વાહનો રાખવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એકનું વેચાણ થયું હતું. એક કારથી સરકારી તિજોરીને 90 લાખ રૂપિયાની આવક થઈ હતી.

  કસ્ટમ અધિકારીઓના અનુસાર, આગામી હરાજી ઈસ્લામાબાદમાં 25 ઓક્ટોબરે થશે. અધિકારીએ કહ્યું હતું કે વડાપ્રધાન આવાસમાં નાગરિકોની સીમિત અવરજવર રહી છે. માટે બીજા તબક્કાની હરાજીમાં અમને સારી પ્રતિક્રિયા મળી નહોતી. અગાઉ રેડિયો પાકિસ્તાને જણાવ્યું હતું કે ખર્ચ ઓછો કરવાના અભિયાન અંતર્ગત બુધવારે સરકારે વડાપ્રધાન આવાસમાં 49 અને સરકારી વાહનોને હરાજી માટે રાખવામાં આવ્યા છે. તેમાંથી 19 બુલેટ પ્રુફ કાર સામેલ રહી હતી.

(10:50 pm IST)