Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સોફ્ટબેંક ગ્રુપ વિજન ફંડ માટે બેકો પાસેથી લોન લેવાની તૈયારીમાં

નવી દિલ્હી: સોફ્ટબેંક ગ્રુપ વિઝન ફંડ માટે બેંકો પાસેથી 9 બિલિયન ડોલર(900 કરોડ ડોલર)ની લોન લેવાની તૈયારી કરી રહી છે. સોફ્ટ બેંક મોબાઇલ યુનિટના આઇપીઓ(જાહેર ભરણું)ના અન્ડરરાઇટર્સ તરીકે લોન માટે શર્તોને અંતિમ રૂપ આપી રહ્યું છે. એમ બુધવારે એક મીડિયા એજન્સીએ જણાવ્યું હતું.

જોકે આ પહેલા મહિનાની શરૂઆતમાં એક અન્ય મીડિયા એજન્સીએ જણાવ્યું હતું. સોફ્ટ બેંકે તેની મોબાઇલ ફોન યુનિટસના આઇપીઓ માટે પ્રમુખ અન્ડરરાઇટર્સ તરીકે નોમુરા હોલ્ડિંગ્સ ઇન્ક અને ગોલ્ડમૅન સૅશની યુનિટ સહિત પાંચ ઇન્વેસ્ટમેન્ટ બેંકોની પસંદગી કરી છે.

જેમાં બે પ્રમુખ અન્ડરરાઇટર્સ લોન માટેની ટર્મ નક્કિ કરશે. પરંતુ તે વિશે હાલ પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી. એમ મીડિયા એજન્સીએ જણાવ્યું છે. ઉપરાંત એજન્સીએ કહ્યું કે મિઝુહો ફાઇનાન્સિયલ ગ્રૂપ ઇન્ક, ડ્યૂશ બેન્ક એજી અને સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપ ઇન્કના એસએમબીસી નિકો સિક્યોરિટીઝ ઇન્કની એકમ પણ અન્ડરરાઇટિંગ ટીમનો ભાગ છે.

(6:04 pm IST)