Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

તો આ કારણોસર કેનેડા સૌથી મોટું વિશ્વનું કાયદેસરનું માર્કેટ બન્યું

નવી દિલ્હી:કેનેડા હવે મારિજુઆનાનાં વેપાર માટે વિશ્વનું સૌથી મોટું કાયદેસરનું માર્કેટ બન્યું છે. ત્યાંનં ન્યૂ ફાઉન્ડલેન્ડમાં હવે સત્તાવાર રીતે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. કેનેડાની સરકારનાં પ્રવક્તાએ કહ્યું હતું કે કેનેડાનાં પ્રાંતમાં હવે સત્તાવાર રીતે મારિજુઆનાનું વેચાણ શરૂ થતાં જેમને અગાઉ ૩૦ ગ્રામ મારિજુઆના ધરાવવા માટે સજા કરવામાં આવી છે તેની સમક્ષ અમે દિલગીરી વ્યકત કરીએ છીએ. કેનેડામાં હવે લોકો સત્તાવાર રીતે ૩૦ ગ્રામ મારિજુઆના રાખી શકે છે. કેનેડામાં આમ તો ૨૦૦૧થી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર મારિજુઆનાનું સેવન કરવા છૂટ આપવામાં આવી હતી. રિક્રિએશનલ મારિજુઆનાનું બજાર મંજૂર કરવા તે વખતે જસ્ટિન ટ્રુડોની સરકારે બે વર્ષ લીધા હતા. કેનેડાનાં ન્યૂ ફાઉન્ડલેન્ડ અને લાબ્રાડોર ખાતે સેન્ટ જ્હોનનાં ટ્વીડ સ્ટોરમાં મારિજુઆનાનું કાયદેસર વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

(5:56 pm IST)