Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રશિયાના ક્રિમીયાની કોલેજમાં આતંકી હુમલો

નવી દિલ્હી:રશિયાના ક્રીમિયા સ્થિત વોકેશનલ કોલેજમાં એક 18 વર્ષીય હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતા 18 લોકોના મોત થયા હતા. જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રશિયાની તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે હુમલાખોર બપોરે 12 વાગ્યે કોલેજ ખાતે પહોંચ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તે બંદુક લઈ અંદર પ્રવેશતા ઝડપાઈ ગયો હતો. તેણે સૌપ્રથમ લોકો પર અને બાદમાં પોતાના પર ગોળી ચલાવી.

મળતા સમાચાર અનુસાર પૂર્વી ક્રીમિયાનાં કેર્ચ શહેરમાં સ્થિત કોલેજમાં અજ્ઞાત વિસ્ફોટક ડિવાઇસ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવેલ છે. આ વિસ્ફોટ માટે ગેસનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ વિસ્ફોટક ડિવાઇસ દેશી રીતે બનાવવામાં આવેલ છે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં પ્રવક્તા દિમિત્રી પેસકોવેએ આ મામલાને આતંકી હુમલા સાથે જોડાયેલ હોવાની આશંકા સેવવામાં આવી રહેલ છે.

(5:54 pm IST)
  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST