Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વિદ્યાર્થીનીએ દાદાના અસ્થિઓના બિસ્કિટ બનાવીને નવ વિદ્યાર્થીઓને ખવડાવી દીધા!

બિસ્કિટને બનાવવામાં અસ્થિઓનો ઉપયોગ થયો હોવાની વાતથી અજાણ અમુક વિદ્યાર્થીઓ આ બિસ્કટ ખાઇ ગયા હતા

લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં એક કિશોરીએ પોતાના દાદાઓનાં અસ્થિઓનાં બિસ્કિટ બનાવીને કલાસમેટને ખવડાવી દીધાનો બનાવ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિનીએ નવ જેટલા સ્ટુડન્ટને આ બિસ્ટિક આપ્યા હતા. લોસ એન્જસલ ટાઇમ્સે ડેવિસ પોલીસને ટાકીને આ માહિતી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિસ્કિટને બનાવવામાં અસ્થિઓનો ઉપયોગ થયો હોવાની વાતથી અજાણ અમુક વિદ્યાર્થીઓ આ બિસ્કટ ખાઈ ગયા હતા.

એક વિદ્યાર્થીએ લોકલ ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જયારે તે કલાસમાં પહોંચ્યો ત્યારે એક સ્ટુડન્ટે તેને ખાસ બિસ્કિટ ઓફર કર્યા હતા. સાથે તેણે કહ્યું હતું કે બિસ્કિટને બનાવવા માટે ખાસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં વિચાર્યું હતું કે તેણે બિસ્કિટમાં ડ્રગ્સ કે કોઈ અન્ય વસ્તુ ભેળવી હશે. પરંતુ મેં જયારે તેને પૂછ્યું કે એવું તો શું ખાસ આ બિસ્ટિકમાં નાખ્યું છે? ત્યારે તેના જવાબમાં છોકરીએ કહ્યું હતું કે મેં બિસ્કિટ બનાવવામાં મારા દાદાના અસ્થિઓનો ઉપયોગ કર્યો છે.

જોકે, આઘાતજનક વાત એ છે કે અમુક વિદ્યાર્થીઓએ આ વાત મજાક સમજી હતી અને બિસ્કિટ ખાધા હતા. આ બનાવ ચોથી ઓકટોબરનો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે હજુ સુધી કોઈ પણ વ્યકિતની ધરપકડ કે કિશોરી સામે કોઈ પગલાં લીધા નથી.

સ્કૂલના સંચાલકો તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમને સ્વાસ્થ્યને લઈને કોઈ જ જોખમ નથી.(૨૧.૨૯)

(3:34 pm IST)
  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST