Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

બેરોજગારોને ફ્રીમાં ખાવા આપે છે દૂબઇની આ રેસ્ટોરાં

દૂબઇ તા. ૧૮ :.. દૂબઇમાં એક રેસ્ટોરાં છે જેના માલિકે બહાર પાટીયું માર્યુ છે કે 'જો તમે જોબલેસ હો અને નોકરી શોધી રહ્યા હો તો અમારે ત્યાં ખાવાનું ખાઇ શકો છો. જયારે પૈસા આવી જાય ત્યારે બિલ પે કરી દેજો.'

'ખલીજ ટાઇમ્સ' માં છપાયેલા સમાચાર અનુસાર આ રેસ્ટોરાંનું નામ છે 'ધ કબાબ શોપ'. આ રેસ્ટોરાં કમાલ રિઝવી નામનો પાકિસ્તાની મુળનો કેનેડાનો બિઝનેસમેન ચલાવે છે. રેસ્ટોરાં સીલીકોન ઓએસિસ વિસ્તારમાં છે. કમાલ રિઝવીનું કહેવું હતું કે, 'તેને ત્યાં રોજ બે કસ્ટમર્સ લંચ માટે આવતા હતાં. લંચ પછી પણ તેઓ ખાસ્સો સમય અહીં વિતાવતા. જો કે થોડાક સમય પછી બન્નેનું આવવાનું અચાનક બંધ થઇ ગયું. મેં તપાસ કરી તો ખબર પડી કે એમાંથી એક જણની નોકરી છૂટી ગઇ છે એટલે બન્નેએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. મેં તેમને ફોન કરીને કહ્યું કે તેઓ રોજ આવીને અહીં ખાવાનું ખાઇ શકે છે, ભલે તેઓ અત્યારે બિલ પે ન કરી શકે એમ હોય. એ ફોન પછી બન્ને પાછા આવવા લાગ્યા.'

આ ઘટના પછી કમાલ રિઝવીએ રેસ્ટોરાંની બહાર બાકાયદા બોર્ડ લગાવીને બેરોજગારોને ખુલ્લું આમંત્રણ આપી દીધું. (પ-૧૪)

(11:41 am IST)
  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST