Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ડાયાબિટીસથી છુટકારો મેળવવા પીવો જવનું પાણી

આજના સમયમાં આખી દુનિયામાં ઘણા લોકો ડાયાબિટીસની બીમારીથી હેરાન છે. ડાયાબિટીસથી છુટકારો મેળવવા લોકો કેટલીય દવાઓનું સેવન કરે છે અને નવી- નવી રીતો શોધતા રહે છે. છતા પણ ડાયાબિટીસ દુર થતી નથી. આ સમયે તમે પ્રાચીન નુસ્ખા પણ અપનાવી શકો છો.

ડાયાબિટીસ દુર કરવા જવ ઉપયોગી છે. જવમાં ભરપુર માત્રામાં ફાઇબરના તત્વો હોય છે. જે ડાયાબિટીસ દુર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. તો જાણો ડાયાબિટીસ દુર કરવા માટે જવનંુ સેવન કેવી રીતે કરવુ જોઇએ.

એક મુઠ્ઠી જવ લો અને રાત્રે એક કપ પાણીમાં પલાળીને રાખી દો. સવારે આ જવના પાણીનું સેવન કરવુ અને જવને વ્યવસ્થિત રીતે સાફ કરીને ચાવીને ખાવા. તેનાથી ડાયાબિટીસની સમસ્યા ઓછી થવા લાગશે. ઉપરાંત તમારા પેટ સંબંધી બીમારીઓ પણ દુર થઇ જશે.

(9:23 am IST)