Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઓએમજી.....ચીનના આ અબજપતિએ એકજ વર્ષમાં 27 અબજ ડોલર ગુમાવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી:  ચીનના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પિન્ડુઓડુઓના સ્થાપક કોલિન હુઆંકે ચાલુ વર્ષે વિશ્વના બીજા કોઈપણ અબજપતિ કરતાં વધારે સંપત્તિ ગુમાવી છે. ચીનની સરકાર ઇન્ટરનેટ જાયન્ટ્સ પર ત્રાટકતા હુઆંગના નસીબે પણ કડાકો નોધાવ્યો હતો. સરકારના કડક પગલાંના લીધે ઇન્ટરનેટ કંપનીઓના શેરોમાં કડાકો બોલતા હુઆંગની સંપત્તિ એક જ વર્ષમાં વિશ્વના બીજા કોઈપણ અબજપતિ કરતાં વધારે 27 અબજ ડોલર ઘટી હતી. 500 અબજપતિઓના ઇન્ડેક્સમાં આ હુઆંગની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. આ પહેલા ચીનના એવરગ્રાન્ડ ગુ્રપના ચેરમેન હુઇ કા કાનની સંપત્તિમાં 16 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

 

તેનું રિયલ એસ્ટેટ એમ્પાયર જંગી દેવા સામે સંઘર્ષ કરી રહ્યુ હોવાના પગલે તેની સંપત્તિ ઘટી હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગે દરેક નાગરિકોની સંપત્તિમાં વૃદ્ધિની વાત કરતા અને દરેક નાગરિકના સામાન્ય સુખાકારીના વાત કરતાં ચીનના અબજપતિઓની સંપત્તિમાં કડાકા બોલી રહ્યા છે. જિનપિંગ ઇચ્છે છે કે ધનિકો તેમની સંપત્તિ વધુને વધુ પ્રમાણમાં ગરીબોમાં વિતરીત કરે.

પિન્ડુઓડુઓ કે પીડીડીના શેર ચાલુ વર્ષે અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ્સ કે ટેન્સેન્ટ ગુ્રપ હોલ્ડિંગ્સ કરતાં વધારે ઘટયા છે. સરકાર દ્વારા ત્રાટકવાની નોંધપાત્ર અસર પીડીડી પર થઈ છે.અલીબાબા અને ટેન્સેન્ટનું બિઝનેસ મોડેલ વધારે પરિપક્વ હોવાથી તેમના પર ઓછી અસર થઈ છે.તેના લીધે જ તેનો શેર બીજી કંપનીઓ કરતાં પાછળ ચાલે છે.

(5:22 pm IST)