Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હે ભગવાન.... ટિક્ટોક પર ફોલોઅર્સ વધારવા માટે આ પાકિસ્તાની મહિલાએ કર્યું આવું ખોટું કામ

નવી દિલ્હી: ટિકટોક પર ફોલોઅર્સ વધારવા માટે પાકિસ્તાનમાં એક મહિલાએ ખોટું કામ કર્યું છે. તેણે પોતાના પતિના મોતના ખોટા સમાચાર વાઇરલ કર્યા છે. પતિ પહેલેથી જ ટિકટોક સ્ટાર છે. વાસ્તવિકતા સામે આવ્યા પછી લોકો મહિલા વિરુદ્ધ કેસ કરવાની માગ કરી રહ્યા છે. ટિકટોક સ્ટારનું નામ આદિલ રાજપૂત છે. આદિલના પત્નીના નામની પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાની મીડિયામાં તેમનું નામ ફરાહ રાજપૂત અને હિના સલીમ હોવાનું સામે આવી રહ્યું છે. આદિલના ટિકટોક પર 26 લાખ ફોલોઅર્સ છે. મંગળવાર સવારે આદિલના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા, તેમની પત્નીએ રડતાં રડતાં એક વિડિયો શેર કર્યો, જેમાં કહ્યું હતું કે આદિલનું કાર એક્સિડેન્ટમાં મોત થયું છે. થોડીક જ વારમાં આદિલના ચાહકો અને સંબંધીઓ તેમના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ઘણી મસ્જિદોમાં આદિલના મોતના સમાચાર એનાઉન્સ કરવામાં આવ્યા. મામલો વધતો જ જઈ રહ્યો હતો. એટલામાં આદિલ ક્યાંકથી ભીડ સામે પહોંચ્યો. ત્યાર પછી આખો મામલો સામે આવ્યા. લોકો સત્ય સમજી ગયા. પછી ખબર પડી ગઈ કે આદિલનાં પત્નીએ પતિના ફોલોઅર્સ વધારવા માટે આવું નાટક કર્યું હતું. ગત મહિને પાકિસ્તાન સરકારે ચીનની સોશિયલ મીડિયા એપ વીબોને બેન કરી દીધી હતી, જેની પર અશ્લીલતા અને ગુનાને પ્રોત્સાહિત કરવાનો આરોપ હતો. હવે ટિકટોક અને યુટ્યૂબને પણ બેન કરવાની માગ ઊઠી રહી છે. ખાસ કરીને ધાર્મિક પાયે બનેલી પાર્ટીઓ સરકાર પર દબાણ કરી રહી છે કે આ એપ્સને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે.

(5:51 pm IST)
  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધીમે - ધીમે કાબુમાં આવતો જાય છે : કુલ ૨૫૭૮ બેડમાંથી આજની તારીખે પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૧૪૨ સહિત કુલ ૧,૦૧૫ બેડ ખાલી : ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો : ડીસ્ચાર્જની સંખ્યામાં વધારો : વેન્ટીલેટર અને ઓકિસજનનો જથ્થો પણ પૂરતી સંખ્યામાં હોવાનું એડી. કલેકટર પરિમલભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું access_time 1:01 pm IST

  • પેટીએમની એપ ગુગલ સ્ટોર ઉપરથી દૂર થઈ : પે-ટીએમની મુખ્ય 'એપ' ગુગલ પ્લે સ્ટોર ઉપરથી હટાવી દેવાયાના અહેવાલો મળે છે : કારણ જાણવા મળતુ નથી : જયારે પે-ટીએમની અન્ય એપ જેવી કે બીઝનેસ, પે-ટીએમ મેઈલ અને પે-ટીએમ મની પ્લે સ્ટોર હજુ પણ જોવા મળે છે. ટ્વીટર ઉપર અનેક યુઝર આના કારણો પૂછી રહ્યા છે access_time 4:07 pm IST

  • મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો : પૂર્વ ધારાસભ્ય મહિલા પારુલ સાહુ કોંગ્રેસમાં જોડાયા : પૂર્વ ચીફ મિનિસ્ટર કમલનાથે સદસ્યતા અપાવી સ્વાગત કર્યું : સુરખી વિધાનસભા સીટ ઉપરથી ભાજપના મિનિસ્ટર ગોવિંદસિંહ રાજપૂત સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા access_time 1:01 pm IST