Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

યુગાન્ડામાં નગ્ન થઇ ફરાર થયા ૨૦૦ કેદીઓ

જેલ તોડીને નાસી છૂટેલા કેદીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે સેના

યુગાન્ડા,તા.૧૮: આફ્રિકન દેશ યુગાન્ડામાં જેલમાંથી ફરાર થવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. યુગાન્ડામાં ૨૦૦ કેદીઓ નગ્ન થઈ જેલમાંથી ભાગી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેદીઓએ પહેલા જેલના સુરક્ષાકર્મીઓ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમના કપડા ઉતારીને ભાગી ગયા હતા. હકકીતમાં કેદીઓને પીળા રંગના કપડા આપવામાં આવે છે અને તેમને આ જ વાતનો ડર હોય છે કે, સેના તેમને ફરી વાર પણ પકડી પાડશે. એટલા માટે તમામ કેદીઓએ પોતાના કપડા ઉતારીને ફેંકી દીધા હતા.

જેલ તોડવાની આ ઘટના દેશના પૂર્વોત્ત્।ર વિસ્તારમાં ઘટી છે. સુરક્ષા દળ આ કેદીઓની શોધ કરી રહી છે. કહેવાય છે કે, આ કેદી દેશના જંગલી વિસ્તારમાં નાસી છૂટ્યા છે. જેલમાંથી ફરાર થયા બાદ કેદીઓ અને સુરક્ષાકર્મીમાં ગોળીબાર થયો છે. જેમાંથી એક સૈનિક અને કેદીને મારી નાખવામાં આવ્યો છે.જેલમાંથી ફરાર થવાની આ ઘટના બુધવારે બની હતી. આ જેલ મોરોટો જિલ્લામાં સેનાની છાવણી પાસે બની છે. સેનાના પ્રવકતાએ આ અંગે જણાવ્યુ છે કે, કેદીઓએ ડ્યૂટી પર તૈનાત વોર્ડનને કબ્જામાં લઈ લીધો છે. જેલમાં બંધ કેદી ખૂંખાર અપરાધી હતા. જે પશુઓની તસ્કરીના આરોપમાં જેલમાં બંધ હતા. તેઓ કપડા કાઢીને નાસી છૂટ્યા છે, જેથી તેમને કોઈ પકડી શકે નહીં. જેના માટે હાલ તેમને શોધવા માટે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આ કેદીઓ કપડાની દુકાન પર તરાપ મારી શકે છે.

(11:52 am IST)