Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમેરિકા સાથે વાતચીત માટે અમારા દરવાજા ખુલ્લા છેઃ તાલિબાનની ઘોષણા

તાલિબાનના મુખ્ય વાર્તાકાર શેર મોહમદ અબ્બાસ સ્તાનિકજઇએ કહ્યું છે કે અમેરિકા સાથે વાતચીત માટે એમના દરવાજા ખુલ્લા છે.

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલામા ઘણા લોકોના માર્યા ગયાના થોડાક કલાકો પછી તાલિબાનનું આ નિવેદન આવ્યું છે. આ પહેલા તાલિબાનએ લોકોને  ચૂંટણીની રેલીઓમાં ભાગ ન લેવા માટે કહ્યુ હતુ.

અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલીની પાસે થયેલ ઘડાકામા ર૪ લોકોના મોત થયા હતા.

(12:30 am IST)