Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ર૦ ફૂટ ઉપરથી પડયા પછી તુટેલા પગથી બે દિવસ સુધી કણસતો રહ્યો ઓસ્ટ્રેલીયન ટ્રેકર

ઓસ્ટ્રેલીયાઇ ટ્રેકર નીલ પાર્કરએ જણાવ્યું છે કે ઝરણાથી ર૦ ફુટ નીચે પડયા પછી એમના પગ ભાંગી ગયા હતા. અને કાંડામા પણ ફ્રેકચર થઇ ગયુ હતુ.

આમ છતાં તે બે દિવસ કણસતો રહ્યો. પ૪ વર્ષીય પાર્કરએ જણાવ્યું કે એમને લાકડી દ્વારા પોતાના પગને સહારો આપ્યો. ૩ કિલોમીટર સુધી કણસતા રહેલા પાર્કરને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યો.

પાર્કરએ કહ્યું પ્રોટીન બાર અને લોલીપોપ ખાઇને જીવિત રહ્યો. મારી પાસે દર્દ નિવારક દવાઓ પણ હતી.

(12:29 am IST)