Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અફઘાનિસ્તાન: ચૂંટણી પહેલા થયેલ 2 બોંબ ધમાકામાં 48 લોકોએ દમ તોડ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અને પરવાન પ્રાંતમાં ચૂંટણી પહેલા મંગળવારના રોજ થયેલ આત્મઘાતી બોંબ ધમાકામાં 48 લોકો મોતને ભેટ્યા છે  પ્રથમ ધમાકો મધ્ય પરવાન પ્રાંતમાં થયો હતો જ્યાં રાષ્ટ્રપતિ અબ્દુલ ગનીની રેલી ચાલી રહી હતી.

    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ મોટરસાયકલ  પર આવીને રેલી સ્થળની નજીક પોલીસ સ્ટેશન પર બોંબ લગાવ્યો હતો જેમાં 26 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 42 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ ઘટનાની એક કલાક પછી તુરંત મધ્ય કાબુલમાં અમેરિકી દૂતાવાસ નજીક પણ ધમાકો થયો હતો જેની જવાબદારી તાલિબાને લીધી છે.

(6:32 pm IST)