Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઓએમજી......પત્ની સાથે ઝઘડો થતા આ શખ્સે તેનું નાક કાપી નાખતા અરેરાટી

નવી દિલ્હી:પાકિસ્તાનમાં એક શખ્સે પોતાની પત્ની સાથે થયેલ લડાઈ પછી કહેવાતી  રીતે તેમની પત્નીનું નાક કાપી નાખ્યું તેમજ માથાના વાળ પણ કાપી નાખ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમના પાડોશીઓએ આ વાતની  જાણ પોલીસને કરી હતી અને પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળે પહોંચી જતા મહિલાનો જીવ બચી ગયો હતો.

      મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે પોલીસે આ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે લાહોરની એક સરકારી હોસ્પિટલમાં ભર્તી કરી છે. પાડોશીઓનું કહેવું છે કે તેમનો પતિ નાની નાની વાતે તેમની પત્નીને પાઇપથી મારતો હતો અને હેરાન કરતો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:26 pm IST)