Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અજગર,કાચિંડા અને વીંછી સાથે બેસીને કોફી પી શકાય એવું રેપ્ટાઇલ કેફે ખૂલ્યુ કંબોડિયામાં

લંડન તા.૧૮: કંબોડિયાની રાજધાની નોમ પેનમાં કેટ કેફેની લોકપ્રિયતા વધતા નહી એનાથીયે વધુ હટકે કેફે ખૂલ્યું છે. આ છે રેપ્ટાઇલ કેફે. અહીં સરિસૃપ વર્ગના પ્રાણીઓ સાથે બેસીને તમે ચા-કોફી કે કોલ્ડ-ડ્રિન્કસ માણી શકો છો. નાના અજગર, મોટી ગરોળી, વીંછી, કાચિંડા જેવા પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. કસ્ટમરે અહીં આવીને કોફીનો ઓર્ડર કર્યા પછી ઉપર જણાવેલા પ્રાણીઓમાંથી કોની સાથે સમય ગાળવો છે એ નક્કી કરવાનું ત્યાં સુધી આ પ્રાણીઓ કેફેની ચારેય દીવાલો પર લાગેલા કાચના એક ટેન્કમાં મૂકેલા હોય. અહીં લગભગ દરેક સાઇઝ અને કલરનાં સાપ, કાચબા  કસ્ટમરની પસંદગી મુજબ કાઢીને ટેબલ પર મૂકી દેવામાં આવે. આ પ્રાણીઓ તમારા હાથે વીંટળાઇ વળે, ગળા અને ખભા પર ચડી જાય કે ઇવન તમારા પીણામાં પણ ડોકિયું કરી લે. જો તમને પ્રાણીનો ડર ન લાગતો હોય તો તમે આ પ્રાણીઓની કંપની એન્જોય કરી શકો. આ કેફે શરૂ કરનારા ચીઆ રાતી નામના બહેનનું કહેવું છે કે રેપ્ટાઇલ્સ ખૂબ જ ફ્રેન્ડલી હોય છે, પરંતુ લોકોમાં એમના વિશે ખોટો ભય પ્રસરેલો છે. બહેનને કંઇક હટકે અને લોકચર્ચિત બિઝનેસ કરવો હતો એટલે તેણે પોતાના રેપ્ટાઇલપ્રેમને બિઝનેસમાં કન્વર્ટ કરી દીધો છે. કેટ કેફેની જેમ આ નવા રેપ્ટાઇલ કેફેને પણ ધીમે-ધીમે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ એઝ યુઝવલ પ્રાણી સંરક્ષણ સંસ્થાઓ દ્વારા એનો વિરોધ થઇ રહ્યોછે. આ સંસ્થાઓનું કહેવું છે કે આ જંગલી પ્રાણીઓ છે અને તેમને જંગલમાં છોડી મૂકવા જોઇએ, જ્યારે આ કેફેની માલિકણનું કહેવું છે કે માણસોએ ઉછેરેલા આ પ્રાણીઓ જંગલમાં સર્વાઇવ નથી થઇ શકતાં.

(2:34 pm IST)