Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિશ્વની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન જર્મનીમાં છુક- છુક કરતી થઈ :૧૦૦ કિમીના રૂટ ઉપર દોડશે

જર્મનીમાં વિશ્વની પ્રથમ ઈકો ફ્રેન્ડલી ટેકનોલોજીવાળી હાઈડ્રોજન ટ્રેનને વિધીવત રીતે ૧૦૦ કિ.મી.ના રૂટ ઉપર દોડતી કરવામાં આવી હતી. ફ્રાન્સની એલ્સટોમ કંપની દ્વારા નિર્મિત ટ્રેન હાલ ઉત્તરી જર્મનીના ગામડાઓ અને શહેરો વચ્ચે ચાલશે. આ ટ્રેન હાઈડ્રોજન અને ઓકસીજનના કોમ્બીનેશનથી વિજળી ઉત્પન કરશે. વિજળી ઉત્પન્ન થયા બાદ વરાળ અને પાણી ઉત્સર્જન સ્વરૂપે છોડશે. હાઈડ્રોજન ટ્રેન ડિઝલ ટ્રેન જેટલું જ અંતર એક ટેંક કુલ કર્યા બાદ કાપી શકવા સક્ષમ છે. ૨૦૨૧ સુધીમાં બીજી ૧૪ હાઈડ્રોજન ટ્રેન ચલાવવા કંપની તૈયારી કરી રહી છે.

(2:34 pm IST)