Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બેસન દ્વારા ચહેરા પરના ડાર્ક સ્‍પોટ્‍સથી મેળવો છૂટકારો

મોટા ભાગના લોકો બેસન પેકનો ઉપયોગ ચહેરા પર નિખાર લાવવા માટે કરતા હોય છે. પરંતુ, તમે જાણો છો કે બધા ઘરમાં ઉપયોગમાં લેવાતો આ ચણાનો લોટ તમારા ચહેરા પરના ડાર્ક સ્‍પોટ્‍સ (ડાઘ ધબ્‍બા)ને પણ દૂર કરવામાં મદદ કરે છે. તો જાણો તેના વિશે.

ટમેટુ અને ચણાના લોટનો ઉપયોગ કરવાથી ડાર્ક સ્‍પોટ્‍સ દૂર થાય છે. તેના માટે તમે ટમેટાના જ્‍યુસમાં ચણાનો લોટ નાખી પેસ્‍ટ બનાવો. હવે તેને ચહેરા પર લાગાવી લગભગ ૨૦ મિનીટ સુધી રહેવા દો. તેનાથી ત્‍વચા પરના ડાઘ દૂર થશે.

તમારી ત્‍વચા રૂખી છે, તો તમે ચણાના લોટનો દૂધ સાથે ઉપયોગ કરો. આ પેકને બનાવવા માટે ૨ ચમચી ચણાનો લોટ, ૨ ચમચી કાચુ દૂધ, ૧ ચમચી દહિં અને એક ચપટી હળદર મિક્‍સ કરી પેસ્‍ટ બનાવો. આ પેસ્‍ટને બ્રશની મદદથી ચહેરા પર લગાવી ૨૫ મિનીટ સુધી રહેવા દો. ત્‍યારબાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.

જ્‍યારે પપૈયામાં એવા કેટલાય ગુણ છે, જે ત્‍વચાના ડાઘ-ધબ્‍બાને દૂર કરે છે અને સાથે ચહેરા પર નિખાર લાવવામાં પણ મદદ કરે છે. એક વાટકામાં ૨ ચમચી મેશ કરેલ પપૈયુ, ૨ ચમચી ચણાનો લોટ અને ૧ ચમચી લીંબુનો રસ મિક્‍સ કરી પેસ્‍ટ બનાવી લો. હવે આ પેસ્‍ટને લગભગ અડધા કલાક સુધી લગાવી રાખો અને ત્‍યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો.

(12:34 pm IST)