Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

તમે જાણો છો? સૌંદર્ય સમસ્યાઓનું નિરાકરણ લાવે છે ઈઅર બડ્સ

કયારેક કાનમાં ખંજવાળ આવે કે મેલ કાઢવા માટે મોટા ભાગના લોકો ઈઅર બડ્સનો ઉપયોગ કરે છે. પરંતુ, શું તમે એ વાત જાણો છો કે ઈઅર બડ્સનો ઉપયોગ મેકઅપ અને સૌંદર્ય સમસ્યાઓ દૂર કરવામાં પણ કરી શકાય છે. તો જાણો ઈઅર બડ્સના અનોખા ઉપયોગ વિશે.

. જો તમારી પાસે હાઈલાઈટીંગ બ્રશ નથી, તો તમે કોટનના ઈઅર બડ્સનો ઉપયોગ કરો. ઈઅર બડ્સના ઉપયોગના કારણે તમારી પ્રોડકટને વધારે નુકશાન નહિં થાય.

. લિપસ્ટિકની મદદથી હોઠોની સુંદરતા વધારવા માટે તથા લિપસ્ટિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે કોટન બડ્સનો ઉપયોગ કરો.

. જો તમે વધારે મેકઅપ કરી લીધો છે અને તમે તેને બરાબર કરવા ઈચ્છો છો તો તમે ઇઅર બડના ઉપયોગથી ચહેરા પરથી વધારાનો મેકઅપ દૂર કરી શકો છો.

. કોટન બડ્સ દ્વારા આંખોની સુંદરતામાં વધારો કરી શકાય છે. તમે કોટન બર્ડસની મદદથી સરળતાથી આઈ લાઈનર અથવા મસ્કરા લગાવી શકો છો.

(9:36 am IST)