Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પ્રેગનન્સીમાં આ ભૂલો ગર્ભસ્થ શીશુ પર ભારે પડી શકે છે!

ગર્ભાવસ્થામાં બધી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થવુ પડે છે. આ દરમિયાન જરા પર બેદરકારી સ્વાસ્થ્ય પર કેટલાય વિપરીત પ્રભાવ પાડે છે.  ખાસ કરીને કયારેક તમારી જ ભૂલોની તમારા ગર્ભસ્થ શીશુ પર અસર પડે છે. તો જાણો તેના વિશે.

ગર્ભાવસ્થામાં જરૂરી છે કે તમે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપો. પરંતુ, તેનુ તાત્પર્ય એ નથી કે તમે જરૂર કરતા વધારે ખાવા-પીવાનું શરૂ કરી દો. એવુ કરવાથી ડિલેવરી સમયે કેટલીય સમસ્યાઓ થઈ શકે છે.

પ્રેગનન્સીમાં વ્યકિતની નેચરલ બ્યુટીમાં એટલો નિખાર નથી હોતો, જેટલો વાસ્તવમાં હોય છે. જેના કારણે મહિલાઓ કેટલાય પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ, વાસ્તવમાં એવુ કરવાથી દૂર રહેવુ જોઈએ. આ સમયે ત્વચા ખૂબ જ સેન્સેટીવ થઈ જાય છે. જેના કારણે ક્રિમથી પણ એલર્જી થઈ શકે છે.

પ્રેગનન્સીમાં જેટલુ આહાર અને કસરત પર ધ્યાન આપવુ જરૂરી છે એટલુ જ તમે તમારા શીશુ સાથે બોન્ડિંગ બનાવો. આ દરમિયાન તમે તમારા પેટને આરામથી સહેલાવો, જેથી બાળકને પ્રેમનો અહેસાસ થાય.

(9:35 am IST)