Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પાછલા વર્ષોની સરખામણીએ યુએસના ટીનેજર્સોમાં વજન ઘટાડવાનો ક્રેઝ વધ્યો

તાજેતરના વર્ષોમાં શરીરની હકારાત્મકતા અને સર્વગ્રાહી તંદુરસ્તી માટે પાતળાપણાને ખાન-પાન પરના નિયમન ઉપર ભાર મુકવામાં આવે છે. નવો ફેડરલ ડેટા સુચવે છે કે આ સંદેશમાં પુરેપુરો  ફેરફાર હજુ બાકી છે. જો કે રિપોર્ટ બતાવે છે કે પાછલા વર્ષોથી સરખામણીએ અમેરીકન યુવાનો વજન ઘટાડવા તરફ વધુ ધ્યાન દઇ રહયા છે.

ર૦૧૩ થી ર૦૧૬ દરમિયાન ૧૬ થી ૧૯ વર્ષની ઉંમરના ૩૮ ટકા અમેરીકન એડલ્ટ વજન ઘટાડવાની કોશીષ કરી રહયા હતા. અમેરિકાની ડીઝીઝ કંટ્રોલ અને પ્રીવેન્શન સેન્ટર દ્વારા હેલ્થ સ્ટેટેસ્ટીક બહાર પાડવામા આવે છે જેમાં ઉપરોકત તારણ નિકળ્યું હતું. ૧ર થી ૧૯ વર્ષની ઉંમરમાં જાડાપણાનો રેસીયો ર૦૦૯-૧૦માં ૧૮.૪ હતો જે ર૦૧પ-૧૬માં ર૧ ટકા થઇ ગયો છે.

 છોકરીઓ કરતા છોકરાઓ વજન ઘટાડવા વધુ આગળ આવ્યા છે. આ પ્રમાણ ૪પ ટકા(છોકરાઓ) અને ૩૦ ટકા(છોકરીઓ)નું છે.

(3:26 pm IST)