Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પર્યાવરણમાં ફેરફારના કારણે ખતરનાક હીટવેવ સર્જાતાજ રહેશેઃ અમેરિકામાં ભારે હીટવેવ અવારનવાર આવશેઃ ટેવાતા રે'વું પડશે : અમેરિકી વૈજ્ઞાનીકોની ચેતવણી

પ્રતિવર્ષ ૧૦૦ દિવસમાંથી આ સદીના અંત સુધીમાં ૧૨૦ દિવસ પ્રતિવર્ષ પહોંચશે

આખા અમેરિકામાં આ ઉનાળા દરમ્યાન લોકો પરસેવામાં નહાઇ રહયા છે ત્યારે એક નવા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ,હવે તેમણે તેનાથી ટેવાઇ જવું પડશે.

આગામી સદી સુધીમાં પર્યાવરણમાં ફેરફારના કારણે અત્યંત ગરમીની સ્થિતી અને તેના કારણે થતાં આરોગ્ય વિષયક જોખમો ઉભા થવાની સ્થિતી આવી જશે, એવું  એનવાયરમેન્ટ  રીસર્ચ   કોમ્યુનીકેશન્સ નામના જર્નલમાં  પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપરમાં છપાયું છે. રિસર્ચ પેપર અનુસાર, આ સદીના અંત સુધીમાં દરીયાકાંઠાના રાજયોમાં વર્ષમાં ૧૨૦ દિવસ ઉષ્ણતામાન ૩૮ સે. થી વધારે રહેશે.

લોકોને ગરમી સામે ચેતવણી આપવા માટે અમેરિકામાં નેશનલ વેધર સર્વિસ હવાનું ઉષ્ણતામાન અને ભેજની ગણત્રી કરીને બહાર કેટલી ગરમી અનુભવાશે તેને માપવા માટે એક માપદંડનો ઉપયોગ કરે છે, જેને  મેકસીમમ હીટ ઇન્ડેક્ષ કહેવાય છે.

અત્યારે અમેરિકાના ઘણા ગરમ ભાગોમાં હીટ ઇન્ડેક્ષ ૧૦૦ વર્ષના ઘણા દિવસોમાં રહે છે, જયારે ઠંડા ભાગોમાં તે બહુ ઓછો હોય છે. ૧૦૫ હીટ ઇન્ડેક્ષ તો ભાગ્યેજ કયારેક હોય છે પણ રીસર્ચરો અનુસાર આ સ્થિતી બહુ લાંબો સમય રહી  છે. રિસર્ચ પેપર અનુસાર આ સદીના મધ્ય સુધીમાં હીટ ઇન્ડેક્ષ ૧૦૦ ના દિવસો બમણા અને હીટ ઇન્ડેક્ષ ૧૦૫ ના દિવસો ત્રણ ગણા થઇ જશે.

લેખકોએ લખ્યું છે કે જો પર્યાવરણમાં ફેરફારો બાબતે કોઇ પગલા લેવામાં નહીં આવે તો આ સદીના અંત સુધીમાં અમેરીકાના ઘણા વિસ્તારો સતત ગરમીવાળા બની જશે. તેમની આગાહી છે કે હીટ ઇન્ડેક્ષ ૧૦૦ ના દિવસો ૪ ગણા અને હીટ ઇન્ડેક્ષ ૧૦૫ ના દિવસો ૮ ગણા વધી જશે.

લેખેકોએ ચેતવણી આપતા કહયું છે કે આનો અર્થ એવો થાય કે, ટેક્ષાસ, લુસીઆના, મીસીસીપી ચલાવવામાં અને ફલોરીડામાં એચ.આઇ. ૧૦૦ ના ૧૨૦ દિવસ  પ્રતિવર્ષ અને ટેક્ષાસ અને ફલોરીડાના દક્ષિણ ભાગો એચ.આઇ. ૧૦૫ નો અનુભવ ૧૫૦ દિવસ પ્રતિવર્ષ કરશે. પેસીફીકના ઉતર પશ્ચિમ અને ન્યુ ઇંગ્લેન્ડના ઉત્તરીય ભાગો જેવા ઠંડા ભાગોને એચ.આઇ.૧૦૫ નો અનુભવ ૧૦ દિવસ પ્રતિવર્ષ થશે.

(3:24 pm IST)