Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

એન્ડ્રોઇડને લઇને ગુગલ પર ૩૪ હજાર કરોડનો દંડ થયો

યુરોપિયન યુનિયન દ્વારા જંગી દંડ ફટકારાયોઃ યુરોપિયન યુનિયનના દંડ સામે અપીલ કરવા તૈયારીઓ

બ્રસેલ્સ, તા. ૧૮: યુરોપિયન યુનિયને ગુગલ પર રેકોર્ડ ૪.૩૪ બિલિયન યુરો અથવા તો આશરે ૩૪૩૦૮ કરોડ રૂપિયાનો એન્ટી ટ્રસ્ટ ફાઇન કરવામાં આવ્યો છે એટલે કે યુરોપિયન યુનિયને એન્ડ્રોઇડને લઇને ગુગલ પર ૩૪ હજાર કરોડ રૂપિયાનો દંડ ફડકાર્યો છે. આ રકમ ગેરકાયદેરીતે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા અને સર્ચ એન્જિનના ફાયદા માટે કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના કમિશનર માર્ગેટ વેસ્ટેજરનું કહેવું છે કે, ગુગલે એન્ડ્રોઇડનો ઉપયોગ પોતાના સર્ચ એન્જિનને મજબૂત કરવા માટે કર્યો હતો જે યુરોપિયનયુનિયનના એન્ટી ટ્રસ્ટ નિયમોના હિસાબથી અયોગ્ય છે. ગુગલને ૯૦ દિવસની અંદર આને બંધ કરવાની જરૂર છે. જો આવું નહીં કરે તો આલ્ફાબેટથી થનાર આવકના પાંચ ટકા રકમનો દરરોજ દંડ થશે. ગુગલનું કહેવું છે કે તે આ દંડની સામે અપીલ કરશે. ગુગલના પ્રવક્તા અલવર્નીનું કહેવું છે કે, એન્ડ્રોઇડ લોકોને વધારે વિકલ્પ આપવા માટે બનાવવામાં આવ્યું છે જે રેપિડ ઇનોવેશન અને સારી સુવિધાની કિંમત ઓછી કરવા માટે મદદ કરે છે.  આનાથી પહેલા યુરોપિયન યુનિયને ગુગલ ઉપર ૨.૪ અબજ યુરોનો દંડ ફટકાર્યો હતો. આ વખતે દંડની રકમ અગાઉ કરતા બે ગણી વધારે છે. આ ચુકાદા બાદ ટ્રેડવોરનો ખતરો વધી ગયો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર ચાર્જ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. યુરોપિયન યુનિયનના કમિશનર વેસ્ટેજરનું કહેવું છે કે, ગુગલના ચીફ સુંદર પિચાઈ સાથે ફોન પર વાત કરવામાં આવી હતી અને પોતાના નિર્ણય અંગે વાત કરવામાં આવી હતી. ગુગલ અનેક ફોન બનાવનાર કંપનીઓને પહેલાથી જ ગુગલ ક્રોમ ઇન્સ્ટોલ કરવા માટે ફરજ પાડે છે.

(10:07 pm IST)