Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મેક્સિકોમાં જમીન બાબતે બે સમુદાયો વચ્ચે થયેલ બબાલમાં 15ના મોત

નવી દિલ્હી: મેક્સિકોના ઓકસાનમાં બે સમુદાયો વચ્ચે થયેલ જમીનના વિવાદને લઈને 13 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે જયારે એક વ્યક્તિ ઘાયલ થયો છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓકસાકાના યરટેપેકમાં બે પાડોશીઓ વચ્ચે થયેલ આ બબાલમાં 13 લોકો મોતને ભેટ્યા છે.આ બને સમુદાયો વચ્ચે 3660 હેકટર જમીનને લઈને 1970થી વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:26 pm IST)