Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ચાર છોકરાઓ હાથ પકડીને એકસાથે રેસ જીત્યા

લંડન,તા.૧૮: ઈંગ્લેન્ડની લિન્કશર કાઉન્ટીના ડિગ્બી ગામમાં ચોથા ધોરણમાં માત્ર ચાર જ છોકરાઓ ભણે છે. તાજેતરમાં તેમની સ્કૂલમાં યોજાયેલા સ્પોટ્ર્સ ડે દરમ્યાન ચોથા ધોરણમાં ભણતાં આ ચાર બાળકોએ રેસ- ફિકિસંગ કરીને તેમના પેરન્ટ્સ અને ટીચર્સ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વાત એમ હતી કે સેમ, જેમ્સ, ડાયલેન અને બેન નામના ચાર છોકરાઓમાંથી હંમેશાં બેન અથવા સેમ જ રેસ જીતતા આવ્યા હતા. જેમ્સ અને ડાયલેન કદી રેસ જીતી શકતા જ નહીં. આ વખતે સેમ અને બેને અંદરોઅંદર વાતચીત કરીને નકકી કરી લીધું હતું કે આ વર્ષે ચારેય જણ પહેલો નંબર આવશે. રેસ ચાલુ થઈ એટલે તરત જ ચારેય છોકરાઓએ એકબીજાના હાથ પકડી લીધા અને દોડતા- દોડતા ફિનિશિંગ લાઈન સુધી આવ્યા અને એમ ક્ષણ માટે રોકાઈને એકસાથે પગ ફિનિશિંગ લાઈનની બહાર મૂકયો.

(4:08 pm IST)