Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હવાઈઃ કિલાઉ જવાળામુખીમાં થયા લાવાના બ્લાસ્ટઃ ૨૩ લોકો ઘાયલ

 હવાઇ આઇલેન્ડના કિલાઉ જવાળામુખીમાં લાવાના બ્લાસ્ટ થયા હતા. તે દરમિયાન હવાઇના બિગ આઇલેન્ડ પર એક ટૂરિસ્ટ બોટ પર લાવાના બોમ્બ પડતા અંદાજિત ૨૩ જેટલાં પર્યટકો ઘાયલ થયાની માહિતી મળી છે. આ જવાળામુખી ૩ મેથી સક્રિય થયો છે. જેના લીધે અત્યાર સુધીમાં ૭૦૦ ઘરો નષ્ટ થઈ ગયા છે તેમજ ૧૫,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

(3:59 pm IST)