Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બાળકના પેટમાં ગડબડ છે? તો કરો આ ઉપાય

નાના બાળકો ખૂબ જ કોમળ હોય છે. તેને કેટલાય પ્રકારની મુશ્કેલીઓ થાય છે. પરંતુ, નાની મોટી મુશ્કેલીઓ ડૉકટર પાસે જવુ યોગ્ય નથી. તો ત્યારે તમે કેટલાક ઘરેલુ ઉપાયના મદદથી ઉપચાર કરી શકો છો. જો બાળકનું પેટ ખરાબ થાય તો તેના ઉપચાર માટે જાણી લો ઉપાય.

. જો બાળકનું પેટ ખરાબ છે તો તે સ્થિતીમાં તેના શરીરમાં પાણીની ખામી થઈ ગઈ હોય છે. તો ત્યારે કોશિશ કરવી કે બાળક પાણી પીવે. નારિયેળ પાણી પણ પીવડાવી શકો છો.

. પેટ ખરાબ થતા બાળકને હળવુ ભોજન જ આપવુ. તમે તેને ખિચડી આપી શકો છો.

. આદુમાં કેટલાય ગુણકારી તત્વ હોય છે. તેનો ઉપયોગ પાચનશકિત બનાવી રાખે છે, જે પેટ ખરાબ થતા કે પેટમાં દર્દ થતા રાહત અપાવે છે.

. બાળકનું પેટ ખરાબ થતા તેને આવશ્યકતા અનુસાર, જીરૂ ચાવવા માટે આપો અથવા નવશેકા પાણી સાથે પીવડાવો. તમે જીરા ઉપરાંત વરિયાળીનો ઉપયોગ પણ કરી શકો છો.

. બાળકના પેટને ઠંડુ રાખવા અને તેને જલ્દી સારૂ થાય તે માટે તેને દહિં ખવડાવો. દહીંમાં રહેલ બેકટેરિયા સંતુલન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(9:34 am IST)