Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સ્ટાઈલની સાથે બેકટેરીયાથી પણ બચાવે છે દાઢી

દાઢી રાખવી કે ન રાખવી એ તમારી પસંદ પર નિર્ભર છે. પરંતુ, દાઢી તમને કેટલાય પ્રકારના ચેપથી બચાવવામાં મદદરૂપ થાય છે. જર્નલ્સ ઓફ હોસ્પિટલ ઈન્ફેકશનમાં પ્રકાશિત થયેલ એક અમેરીકી શોધ અનુસાર, દાઢી બીમારીઓથી બચાવે છે. શોધકર્તાઓ અનુસાર, દાઢી કરેલ શેવ્ડ ચહેરા ઉપર એવી સૂક્ષ્મ જગ્યા હોય છે જે બેકટેરીયાને પર્યાપ્ત સ્થાન આપે છે.

પરંતુ, દાઢી આવા બેકટેરીયાથી ફેલાતા ચેપને રોકે છે. આમ પણ દાઢી રાખવી એ આજકાલની ફેશન છે. મહિલાઓ દાઢી તરફ આકર્ષિત થાય છે.

એલર્જી અને અસ્થમાની સમસ્યાને ઓછી કરવામાં દાઢીના વાળ ખૂબ જ મદદગાર થાય છે. એલર્જી એન્ડ અસ્થમા સેન્ટર ઓફ ન્યૂયોર્ક મડિકલ સેન્ટરના નિષ્ણાંતોનું માનવુ છે કે વાળ એક પ્રકારના ફિલ્ટરનું કામ કરે છે, જે ચહેરા ઉપર કોઈ પણ વસ્તુને પહોંચતા રોકે છે. આંખોની પાંપણ અને નાકના વાળ પણ આ જ કામ કરે છે. ફિલ્ટર બાદ શુદ્ધ ઓકિસજન બોડીમાં પહોંચે છે.

દાઢી રાખવાથી સૂર્યના અલ્ટ્રાવાયલેટ કિરણોથી ૯૫ ટકા બચાવ થાય છે જેનાથી તેને ત્વચાના કેન્સરનું રિસ્ક રહેતુ નથી. સદર્ન કવીન્સલેંડની શોધ અનુસાર, તે કિરણો જીવલેણ બીમારી કેન્સરનું કારણ પણ બની શકે છે. જો તમારા ચહેરા પર અલ્ટ્રાવાયલેટ કિરણો પડશે જ નહિં તો તમારા ચહેરા પર કરચલી પણ નહિં પડે અને તમે હંમેશા યુવાન દેખાશો.

ઓહિયો સ્ટેટ વેકસનર મેડિકલ સેન્ટરના શોધકર્તાઓ અને નિષ્ણાંતો અનુસાર, દાઢી રાખવાથી ત્વચા પર બેકટેરીયાઈ ચેપથી બચી શકાય છે. જેના કારણે ખીલ અને ડાઘ થતા નથી. તેનાથી ત્વચા શેવિંગ કરેલ ત્વચા કરતા વધુ સ્વસ્થ અને ચમકદાર રહે છે. કલીન શેવ ચહેરા પર મિથાઈસિલિન રેસિસટેન્સ સ્ટોફ એનારસ થવાની સંભાવના ત્રણ ગણી વધારે છે.

(9:34 am IST)