Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ઓસ્ટ્રેલિયાના એક રણ વિસ્તારમાં વિશ્વની પ્રથમ એર રેસિંગ કારનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના એક રણ વિસ્તારમાં હાલમાં જ વિશ્વની સૌથી પહેલી એર રેસિંગ કાર એટલે કે ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એસ્પીડર નામની આ રેસિંગ કારના વિવિધ મોડલ્સ વચ્ચે આગામી વર્ષના અંત સુધીમાં રેસ યોજાવાની છે. આ રેસ પહેલા હાલમાં આ કારની પ્રથમ ફ્લાઈંગ ટ્રાયલ લેવાઈ હતી અને તે 28 સેકેન્ડમાં 0.60 માઈલ પ્રતિ કલાકની ઝડપ  મેળવી છે લે અને 155 માઈલની ઝડપે ઉડે છે.

(6:41 pm IST)