Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

અમેરિકાએ પ્રથમવાર પેસિફિક મહાસાગરમાં એક સાથે 11 ન્યુક્લિયર કેરિયર યુદ્ધ જહાજમાંથી 3 ન્યુક્લિયર કેરિયર પ્રશાંત મહાસાગરમાં છોડ્યા

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે સરહદે સંઘર્ષ વધ્યો તે પછી અમેરિકાએ પહેલી વાર પેસિફિક મહાસાગરમાં એક સાથે તેના 11 ન્યૂક્લિયર કેરિયર યુદ્ધ જહાજમાંથી 3 ન્યૂક્લિયર કેરિયર પ્રશાંત મહાસાગરમાં તૈનાત છે. એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીની દખલ અટકાવવા માટે યુ.એસ. યુદ્ધજહાજ તૈનાત કર્યા છે. એનાથી ચીન અકળાયું હતું. ચીને અમેરિકાની સક્રિયતાનો વિરોધ નોંધાવ્યો હતો.

            અમેરિકાએ કહ્યું હતું કે લદાખમાં ભારત-ચીન વચ્ચે થઈ રહેલાં સંઘર્ષ પર અમેરિકાની વિશેષ નજર છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતો આખા મામલા ઉપર વોચ રાખીને બેઠા છે. અમેરિકાએ કહ્યું હતું કે ભારતે જાહેરાત કરી હતી કે તેમના ૨૦ જવાનો શહીદ થયા છે. અમેરિકા સૈનિકોના પરિવારજનાને સાંત્વના પાઠવે છે. બીજી તરફ અમેરિકાએ ચીનને ભીંસમાં લેવા માટે પ્રશાંત મહાસાગરમાં ત્રણ શક્તિશાળી યુદ્ધજહાજ તૈનાત કરી દીધા છે. અમેરિકા પાસે ૧૧ ન્યૂક્લિયર કેરિયર યુદ્ધ જહાજ છે.

(8:32 pm IST)