Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ચંદ્રની પાછળ છુપાયેલ છે સૂર્યનો ઇતિહાસ: નાસા

નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ચાંદ પર સૂર્યના પ્રાચીન રહસ્યોના સુરાગ મળી આવ્યા છે જે જીવનના વિકાસને સમજવા માટે મહત્વપૂર્ણ છે લગભગ ચાર અરબ વર્ષ પહેલા સૂર્ય  અને સૌરમંડળમાં તીવ્ર વિકિરણો, ઉગ્ર વેગો અને ઉચ્ચ ઉર્જાવાળા વાદળો અને કણોના ઘાતક પ્રકોપથી પસાર થયું છે અમેરિકામાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેંટરના શોધકર્તાઓએ આપેલ માહિતી  મુજબ આ પ્રકોપથી પૃથ્વીની શરૂઆતમાં જીવનના અંકુરણમાં મદદ કરવાની અને એવું પૃથ્વીને ગરમ તથા નરમ રાખવાની રાસાયણિક પ્રતિક્રિયાથી થયું છે.

(6:13 pm IST)