Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આ ભાઇએ 'અવેન્જર્સઃ એન્ડ ગેમ' ૧૧૪ વાર જોઇ છે, કુલ ર૦૦ વાર જોવાની ઇચ્છા છે

ફલોરિડા તા. ૧૮: તમે કોઇ ફિલ્મના પ્રેમમાં હો તો વધુમાં વધુ કેટલી વાર એ ફિલ્મ જોઇ શકો? પાંચ, દસ, પચીસ, પચાસ વાર? ના, અમેરિકાના ફલોરિડામાં રહેતા ૩૦ વર્ષના ઓગસ્ટિન એલેનિસ નામના યુવકે એક ફિલ્મપ્રેમી કહેવડાવવા માટે તમામ હદ પાર કરી દીધી છે. 'એવેન્જર્સઃ એન્ડગેમ'ના ડાઇ હાર્ડ ફેન એવા આ ભાઇએ અત્યાર સુધીમાં ૧૧૪ વાર ફિલ્મ જોઇ લીધી છે. અમેરિકામાં આ ફિલ્મ ર૬ એપ્રિલે રિલીઝ થયેલી. એ વાતને જેટલા દિવસ નથી થયા એનાથી બમણી વાર તો તેઓ ફિલ્મ જોઇ ચૂકયા છે. ત્રણ કલાકની ફિલ્મ જોવા તે વીક-એન્ડ્સ ફાળવે છે અને દર વીક-એન્ડમાં પાંચથી છ વાર તે જુએ છે આ જ રીતે તે લગભગ ર૦૦ વાર આ ફિલ્મ જોઇને ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સ બનાવવા માગે છે. ઓગસ્ટિને ઓલરેડી જૂનો રેકોર્ડ પાર કરી લીધો છે. એન્થની મિચેલ નામના માર્વેલ ફેને ૧૦૩ વાર 'એવેન્જર્સ' ઇન્ફિનિટી વોર' ફિલ્મ જોઇ હતી.

(3:30 pm IST)