Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આ તે ખરો ડોગ પ્રેમઃ એક બહેને ૧૦૬ ડોગ્સ અને બીજા બહેને ૩૪ પોમરેનિયન પાળ્યા છે

લંડન તા. ૧૮: બ્રિટિશ ચેનલ ફાઇવ પર એક ડોકયુમેન્ટરી રજૂ થઇ હતી જેમાં બે ડોગપ્રેમી મહિલાઓની કહાણી રજૂ કરી છે. લિન્કનશરમાં તમારા લોડ નામની મહિલાએ એક શેલ્ટરમાંથી ડઝનબંધ ડોગીઓને બચાવીને એને પોતાના ઘરમાં આશરો આપ્યો છે. આ ડોગીઓની સંખ્યા ૧૦૬ની થઇ ગઇ છે અને તેના ઘરમાં હવે જયાં જુઓ ત્યાં ડોગીઓ જ ફરતા દેખાય છે. આટલાબધા ડોગીને કારણે તેને ઘર સાફ કરવા માટે હેલ્પર સુધ્ધાં નથી મળતા છતાં તેનો ડોગપ્રેમ ઘટયો નથી. તેણે પોતાના ઘરને જ ઓલ્ટરનેટિવ એનિમલ સેન્કચુઅરી બનાવી દીધી છે.

આવો જ બીજો કિસ્સો છે શોર્પશરનો ઝોઇ લુઇસ નામનાં બહેન પોમરેનિયનપ્રેમી છે. તેમના ઘરમાં ઓલરેડી ૩૪ પોમરેનિયન્સ છે. એમાંથી કેટલીક માદા તો ગર્ભવતી છે એટલે ટૂંક સમયમાં જ ઘરમાં નવા મહેમાનોનું આગમન પણ થશે. આ બન્ને બહેનોની સમસ્યા એ છે કે તેમણે ઉત્સાહમાં આવીને ડોગીઓને પરિવારના સભ્ય તો બનાવી દીધા છે, પણ તેમના ઉછેર માટે પૂરતું ફન્ડ ઉભું કરી શકાતું નથી.

(3:29 pm IST)
  • ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ વાયુ વાવાઝોડાને પગલે ઓખાથી બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવાઈ : બંદર ઉપર ૩ નંબરનું સિગ્નલ access_time 5:54 pm IST

  • ટીવી ચેનલોને સરકારની તાકીદ : મોદી સરકારે તમામ ટીવી ચેનલોને ટીવી ઉપર રીયાલીટી શો અને કાર્યક્રમોમાં બાળકોને અયોગ્ય, અજુગતા અને સજેસ્ટીવ સ્વરૂપે નહિં બતાવવા આદેશ આપ્યા છે access_time 4:03 pm IST

  • કેન્દ્ર સરકારે વધુ ૧૫ ઉચ્ચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા : કેન્દ્ર સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તથા કસ્ટમ બોર્ડના ૧૫ ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દીધા છેઃ આ અગાઉ પણ સરકારે આયકર વિભાગના ૧૨ અધિકારીઓને ઘરે બેસાડી દીધા હતાઃ આ બધા અધિકારીઓ ઉપર નિયમોની વિરૂદ્ધ કાર્ય કરવાનો આરોપ હતો access_time 3:54 pm IST